દશાવતાર - પ્રકરણ 13

(161)
  • 4.6k
  • 3
  • 2.6k

          પદ્મા વિરાટને ચાહતી હતી. દુનિયામાં સૌથી વધારે પ્રેમ એણે કોઈને કર્યો હોય તો એ વિરાટ હતો એવું કહેવું ખોટું હતું કેમકે એ સૌથી વધારે તો તેની માને પ્રેમ કરતી હતી. તેનો મા પ્રત્યેનો પ્રેમ અસિમ હતો. એ પ્રેમની શક્તિને લીધે જ એ બાર વર્ષની ઉમરે પણ કેનાલના ધસમસતા પાણીમાં કૂદવાની હિંમત કરી શકી હતી અને આજ દિવસ સુધી એ પાણીમાં નિરંતર છલાંગો લગાવતી હતી. એ તેની મા માટે ગમે તે જોખમ લેવા તૈયાર હતી.           જોકે એ પ્રેમની છૂટ શૂન્ય લોકોને નહોતી. દીવાલની પેલી તરફ વસતા દેવતાઓ કહેતા કે પ્રેમ તમને