દશાવતાર - પ્રકરણ 12

(162)
  • 4.9k
  • 3
  • 3k

          વિરાટ જંગલમાં ડાબી તરફ જ્યાં કેનાલ ખૂલે ત્યાં પહોંચવા આવ્યો હતો. તેને પદ્માનું કેનાલમાં કૂદવું ક્યારેય ન ગમતું. તેણે એને ઘણીવાર એવું ન કરવાનું કહ્યું હતું પણ એ તેનું સાંભળતી નહીં.           તેનો એક જ જવાબ રહેતો – માને મારી જરૂર છે. ભલે હું એક દિવસ પાણીમાં ડૂબી મરું એ મને મંજૂર છે પણ મારા જીવતા મારી મા ખાણમાં કાળી મજૂરી કરે એ મને મંજૂર નથી. વિરાટ અને પદ્મા બંને જાણતા હતા કે ખાણનું કામ કેટલું જોખમી છે. ત્યાં કામ કરતાં લોકોના શું હાલ થાય છે. ત્યાના મજૂરો જાણે હાડપિંજર હોય એવા દેખાતા. એ મજૂરોને