પ્રેમ ની રીત કેટલી બદલાઇ ગઇ,એક ક્ષણમાં જીદગી બદલાઈ ગઈ,પ્રેમ તો રહ્યો નહિ આ જીવનમાં,હવસ નો દબદબો ફેલાતો ગયો,કોણ કોણ છે કેવું આ દુનિયામાં,જાણવા જીદગી મારી ખર્ચાઈ ગઈ,પ્રેમ કર્યો હતો પ્રેમ માટે મે આજે,દિલ નું આજે કચડઘાણ થઈ ગયું..!રાજલ સાથે જે ઘટના બની હતી તે કોમલ ને સંભળાવે છે.ગઈ રાત્રે અચાનક રાજ મો ટેકસ મેસેજ આવ્યા. તેમાં લખ્યું હતું જો તું કાલે મને મળવા નહિ આવે તો તારી સાથે માણેલ અંગત પળો નો વિડિયો હું આ શહેરમાં વાઇરલ કરી દઈશ અને પછી તારા માટે એક જ રસ્તો રહેશે તે છે મરી જવું.રાજ નો આ મેસેજથી હું આખી રાત ઊંઘી પણ