જીવનનો ધ્યેય આટલો જ હોવો ઘટે!

  • 2.9k
  • 1
  • 1.1k

જીવનનો ધ્યેય આટલો જ હોવો ઘટે!      શેના માટે જીંદગી હશે આપણી? શા હેતુ માટે હશે એવો કંઈક વિચાર કરેલો? જન્મ્યા છીએ એટલે જીવવાનું, પણ તે તો લોકો ય જીવે છે ને! બધાં જાનવરો ય જીવે છે. આ જીવવાનું શેને માટે છે, એવો કંઈ ધ્યેય નક્કી કર્યો છે? આખી જીંદગી શેના હારુ જીવવાની, એવું કંઈક હોવું જોઈએ કે ના હોવું જોઈએ? નામ કાઢવા માટે, કીર્તિ કાઢવા માટે, આબરૂ રાખવા માટે? શેના માટે? તમને શું લાગે છે? કે આપણે લોકોમાં સારા દેખાઈએ એવી હરીફાઈ માટે?      પણ ધ્યેય કશું ના હોય માણસને? શું ધ્યેય હશે? જીવવું સફળ છે એ કોને કહેવાય?