બંધ ફોન, ઈશ્ક ઓન

  • 2.3k
  • 1
  • 730

"શું છે એવું આ ફોનમાં તું આટલો બધો ડૂબેલો જ રહે છે!" ગીતા એ એક અલગ જ અંદાજમાં રોનકને કહ્યું. "કઈ ખાસ નહિ.." એ આગળ બચાવ કરે એ પહેલાં તો ગીતાએ ફોન લઈ પણ લીધો, કોઈ સાથે એ ઓનલાઇન ચેટ કરતો હતો. "કોણ છે આ?!" ગીતાએ ધારદાર નજર રોનક પર કરી. રોનક બહુ જ ગિલ્ટી ફીલ કરી રહ્યો હતો. "કેમ તું આની સાથે આટલી બધી ચેટ કરે છે?! છે કોણ એ તારી?!" ગીતાએ પૂછ્યું. "કઈ જ નહિ, હું તો મારા ફ્રેન્ડ સાથે વાત કરતો હતો, જોઈ લે તું, એને તો હમણાં જ મેસેજ કર્યો!" રોનક બહુ જ ડરી ગયો હતો.