વિક્રમ વેધા

(17)
  • 3.2k
  • 1
  • 1k

વિક્રમ વેધા-રાકેશ ઠક્કરફિલ્મનું નામ 'વિક્રમ વેધા' છે પરંતુ એ 'વિક્રમ' સૈફ કરતાં 'વેધા' બનતા રિતિકની વધુ છે. સૈફ અલી ખાનનું કામ સારું હોવા છતાં રિતિક પોતાના દમદાર અભિનયથી વધુ છવાયેલો રહે છે. આમિર ખાને ફિલ્મ ના કરીને ભૂલ કરી હોવાનું સાબિત કરે છે. રિતિક પોતાના અંદાજથી દર્શકોનું દિલ જીતવાનો પૂરો પ્રયત્ન કરે છે.૨૦૧૭ ની આ નામની તમિલ ફિલ્મ એશિયાની પ્રથમ પતિ-પત્નીની નિર્દેશક બેલડી પુષ્કર- ગાયત્રીએ જ નિર્દેશિત કરી હતી. હિન્દીમાં એને બનાવતી વખતે એમણે 'વિક્રમ અને વેતાળ' પ્રેરિત વાર્તા અને પ્રસંગોને એકસરખા જ રાખ્યા છે. માત્ર કલાકારો બદલ્યા છે. મૂળ ફિલ્મ જેટલો ન્યાય રીમેકને આપી શક્યા નથી.વાર્તા સરળ છે. વેધા