બધા મિત્રો એક પછી એક વિરાટને ભેટ્યા. ગાલવ જેવા પોચા તો આંખો પણ ભીની કરી ગયા. સૌથી છેલ્લે દક્ષા વિરાટને ભેટી અને તેનો હાથ પકડી કહ્યું, “મા તારી રાહ જુએ છે.” એ બોલી, “એને તારી સાથે કોઈ મહત્વની વાત કરવી છે.” “હું આવું છુ.” વિરાટે કહ્યું, “આમ હાથ નહીં પકડે તો પણ હું ભાગી નથી જવાનો.” “તારું નક્કી ન કહેવાય.” એ હસી પણ તેનો હાથ ન છોડયો. બંને એકબીજાનો હાથ પકડી દક્ષાના ઘર તરફ જવા લાગ્યા. એ બાળપણના મિત્રો હતા છતાં વિરાટને એકબીજાનો હાથ પકડી ચાલતા જરા ખચકાટ થતો હતો. જોકે તેમના