શ્રાપિત - 28

  • 2.6k
  • 2
  • 1.2k

આકાશ ધીમે ધીમે ડગલાં માંડતો ઘરમાં અંદર આવ્યો. અડધી સળગેલી હાલતમાં ઘરમાં વેરવિખેર સામાન પડયો હતો. ઘર કરોળિયાનુ સામ્રાજ્ય બની ગયું હતું.સળગેલી હાલતમાં ઘરની વચ્ચે એક સ્તંભ હતો.આકાશની નજર ખુણામાં પડતાં અવની નીચે જમીન પર બેસીને પાછળ ફરીને કશુંક શોધથી હતી. નીચે જમીન પર મરેલી હાલતમાં પડેલાં રોકીને જોતાં આકાશને કપાળમાં પરસેવો વળવા લાગ્યો હતો. આગળ વધીને અવનીને સાદ પાડવો કે નહીં ? આકાશના મનમાં જાતજાતના વિચારો આવતાં હતાં. જો અવનીની અંદર રહેલી પેલી આત્મા મને જોતાં હુમલો કરશે તો ! આકાશને આગળ શું કરવું એ મુંજવણ ઉભી થઇ. પાછળ ફરીને નીચે બેઠેલી અવનીને આકાશ બારણાં પાસેથી ઉભીને જોઈ રહ્યો