જગતજનની

  • 1.8k
  • 1
  • 694

//જગત જનની//  માની મમતાનું એક બિંદુ અમૃતના ભરેલાસમુદ્ર કરતા પણ મીઠું હોય છે.પૂરા જગતનો આધાર માતાની આગળી છે. માનવસ્ત્રીજીવ હોય કે મુંગુ પશુજીવ પણ કેમ ન હોય. બાળકને જન્મ આપનાર “મા” ની આંગળીમાં અભય છે. સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની આંગળી ઝાલી હશે તો  એને બીક નહી લાગે ! એની આંગળી નિર્ભય છે. ‘મા’ શબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એના પોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય પોતાના વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને,વાદરી પોતાનાં બચ્ચાને પ્રેમસ્નેહ કરતાં થાકતી નથી. કેવાં સાચવે છે,ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં