//અશ્રુઓની જીત// વિદેશમાં રમવામાં આવતી વિવિધ રમતોના પ્રમાણમાં જોવામાં આવે તો ભારતમાં નર-નારી બંને જાતિઓને બીજી બધી રમતો કરતાં ક્રિકેટની રમતનો મોહ વધારે પ્રમાણમાં છે. છેલ્લા કેટલાંક સમયથી સરકાર તરફથી કેટલીક રાહતોને પરિણામે અન્ય રમતોમાં પણ યુવાન યુવક યુવતીઓએ ભાગ લેવાનું શરૂ કરેલ છે. પણ એકંદરે રાષ્ટ્રીય લેવલની વાત કરવામાં આવે તો ક્રિકેટ અને બીજા નંબરે હોકીની રમતે યુવાન યુવક-યુવતીઓના અંતરમાં સ્થાન મેળવેલ છે. પંજાબના ચંદીગઢ શહેરમાં આજે હોકીની રમતની ફાઇનલ સ્પર્ધામાં ત્રીજા રાઉન્ડનો છેલ્લો અને આખરી પોઇન્ટ ગ્રિષ્માએ મેળવ્યો એ સાથે જ ત્યાં હાજર હતા એ તમામ દર્શકોઆકર્ષક પ્રમાણમાં ઝૂમી ઊઠ્યા. ગ્રિષ્મા ઝુલેલાલ યુનિવર્સિટી ખેલાડી હતી. જે નિયમીત રીતે