ધ સ્કોર્પિયન - પ્રકરણ -42

(92)
  • 5.1k
  • 5
  • 3.3k

દેવ અને દુબેન્દુ હોટલ પર પહોંચ્યા. દેવે દુબેન્દુને કહ્યું “દુબે તારે ફ્રેશ થઈને આરામ કરવો હોય તો એવું કર અથવા મારાં રૂમમાં આવ પાપા સાથે વાત કરી લઉં મને આજે પહેલીવાર એવું થાય છે કે આપણી ટુરની વાત ટુરીસ્ટ અંગે પાપાને શેર કરવું જરૂરી છે. સિદ્ધાર્થ સરની પણ એવી સલાહ હતી.”દુબેન્દુએ કહ્યું “દેવ તારી વાત સાચી છે હું તારી સાથે તારાં રૂમમાંજ આવું છું ચાલ અંકલ સાથે વાત કરી લઈએ આપણને સાચું ગાઈડન્સ મળશે શું કરવું કારણકે જે રીતે બધું થઇ રહ્યું છે એ આગળ જતાં આપણને હેરાન ના કરી નાંખે.” દેવ અને દુબેન્દુ દેવનાં રૂમમાં આવ્યાં. દેવે કહ્યું “હું