આકાશ ઝાડ પાછળ સંતાઈને ઊભો હતો. અવની આગળ વધી રહી હતી અને પાછળ રોકી ચાલતો હતો. અવનીની ડરાવની લાલ રંગની ચમકતી આંખો અને ચહેરા પર એક અલંગ અટ્ટહાસ્ય આકાશને જોવાં મળે છે. ધીમે-ધીમે આકાશ અવનીનો પીછો કરવા લાગ્યો. અવની જેમ જેમ આગળ ચાલતી હતી તેનાં પગમાંથી ઝાંઝરનો અવાજ આવી રહ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતાં આકાશ ગભરાઈ જાય છે.જોરવા આવતો પવન કાન પાસે આવીને અથડાતાં એક અલગ કાન પાસે ધ્વનિ ઉત્પન્ન થતી હતી. પવનનાં કારણે કાચાં રસ્તા પરની ધુળ આંખોમાં પડતી હતી. આકાશ ઝાંખી પહેલી અને વારંવાર ચાલું બંધ થતી લાઈટોના ધુંધળા અજવાળાંના સહારે આગળ વધી રહ્યો હતો. અવની આગળ