કોને ભૂલુંને કોને સમરુ રે - 128

  • 1.9k
  • 758

"ભાઉ મોઠા શેઠ તુમચા નાવાની બોમાબુમ કરત હોતે...તુમચા કાઇ વરક કંતરલ કાઇતરી સાઠીઓર્ડરચી વારતા કરત હોતે.."સખારામે બ્યુગલ વગાડી દીધુ.."બરા બરા.."ચંદ્રકાંતે મરાઠીમા અચ્છા અચ્છા કહ્યુ...ત્યાં મોટાશેઠની કેબીનની રીંગ વાગી...સખારામ અંદર ગયો...ચંદ્રકાંતનું દિલ ધકધક થતુ હતુ..સખારામ બહાર આવ્યો અને મેનેજરને લઇને પાછો મોટાશેઠની કેબીનમાં ગયો...બહાર થોડા ઉંચાઅવાજો સંભળાયા.."નક્કી મોડો પડ્યોએટલે ચંદ્રકાંતને આઉટ કરી દેવો એવું સમજીને ચંદ્રકાંત આંખબંધ કરી શાંતિથી ઉંડા શ્વાસ લેતાબેઠા હતા...સખારામે ચંદ્રકાંતને ઢંઢોળ્યા..."અરે ભાઉ તુમચા નસીબ જાગલા આણી તુમી ઝોપતા...?શેઠ તમનેબોલાવે છે જાવ અંદર..”વિશાળ એરકંડીશન ઓફિસના વિશાળ ટેબલની પાછળ એક્ઝીક્યુટીવ ચેરમા બ્લુ સુટમાં શોભતામોટાશેઠે ચંદ્રકાંતને કહ્યુ..."વોટ ઇઝ ધીસ ચંદ્રકાંત..?તે મને નહી આખી ઓફિસના સ્ટાફને ઉંચાનીચા કરી દીધા...ધીસઇઝ નોટફેર...""સર આઇ