નેહડો ( The heart of Gir ) - 71

(35)
  • 3.8k
  • 3
  • 1.7k

સામેથી રાધી પોતાના તરફ જ આવી રહી હતી. કનાની ધડકન આજે તેજ થતી જતી હતી. કાયમ સાથે રમતી, મળતી રાધીને ઘણા દિવસો પછી જોઈને આજે આવું કેમ થઈ રહ્યું હતું?તે કનાને સમજાયું નહીં. તે રાધી સામે જોઈને ઉભો રહી ગયો. રાધીએ તેની નજીક આવી ધીમેથી પૂછ્યું,"કેમ સે કાઠીયાવાડી?આપડી ગર્ય તો મોજમાં સે ને?" રાધીના આવા શાંતિથી પૂછાયેલા પ્રશ્નથી કનો વિચારમાં ખોવાઈ ગયો. તેની સામે પેલી બોલકણી, ઉચાસણી,દોડતી ચાલે ચાલતી, ખીજકણી, મસ્તીખોર, અલ્લડ રાધીનું ચિત્ર આવી ગયું. કનો વિચારવા લાગ્યો,"જૂની રાધી જાણે ડેમના પાણીમાં ડૂબી ગઈ હોય અને જળદેવતાએ બીજી રાધી આપી હોય તેવું કેમ લાગે છે!" આવા વિચારોમાં ખોવાયેલ કનાને