બાળપણ ની વાતો - 3

  • 8.9k
  • 2.8k

ભૂખી ભૂતાવળ – માનવીની ભવાઇકાળુની વાટમાં આવતો વગડો, આ છપના કાળનો માર્યો જાણે ‘ ખાઉં ! ખાઉં ! ’ કરી રહ્યો હતો. પક્ષીઓય ભૂખેતરસે વલવલતાં હતાં. ચૈતરના વાયરા લૂય સાવ લૂખી ! ત્યારે બળીજળી ધરતી તો કાળુના પગને – દુશ્મન બની બેઠી હોય તેમ ખોયણાં જ ચાંપતી હતી.પણ કાળુનું એ તરફ ધ્યાન જ ન હતું. મગજમાં એક જ વિચાર ઘૂમતો હતો : ‘ રાજુ, પેલા શાહુકારને પોતાની કાયા તો નઈ સોંપી દે ને ? ’તો બીજી બાજુ એને ગળા સુધી ભરોસો હતો : “ધરતીનું પડ ભલે ફરે , પણ રાજુ નઈ ફરે ! … એ ભલેને ભૂખની મારી કાલ મરતી