ઉંચી મેડીના ઊંચા મોલ..! અમુકના તો વેણ જ એટલા કડવાં કે, હિસ્ટ્રી જાણ્યા વગર કહી દેવાય કે બંદો કારેલાનો રસ પીઈને મોટો થયો હોવો જોઈએ. એવી ચમચમતી ચામડી જેવાં હોય કે, હાથ ઉપર મચ્છર બેઠું હોય તો પણ હાથી ચઢી ગયો હોય એમ બરાડે..! લંડનમાં રોજ બરફની લાદી ઉપર સુતો હોય એમ, ભારત આવે ત્યારે હાથ-પંખાને વાઈફની જેમ સોડમાં રાખે., સહેજ બફારો થાય એટલે કાનમાં કીડી ઘૂસી ગઈ હોય એમ, ચિચયારી પાડવા માંડે...! ફેણ તો એવી ચઢાવે કે, ‘ સાલી આ તો કોઈ ગરમી