ગોઝારી રાત

  • 2.8k
  • 1
  • 1.1k

એક ચાની લારીવાળાની દીકરીએ મેરીટના આધારે રાજ્યની પ્રખ્યાત મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો.આજના અખબારની આ હેડલાઇન સવાર સવારમાં ચા પીતાં-પીતાં એક વ્યક્તિએ તમારી લારી પર જ મોટેથી તેની સાથે ચા પીતાં અન્ય લોકોને વાંચી સંભળાવી સુરેશ.એણે અંદરની વિગતો ન વાંચી,પણ પછી એના પર તમારી ચાની લારી પર ચર્ચા ચાલી.'ગરીબના દીકરા-દીકરી જ આવો કમાલ કરી શકે છે.' એકે કહ્યું.બીજાએ કહ્યું 'આ ચાની લારીવાળાઓ તો અભણ,બહુ બહુ તો થોડાં ભણેલાં હોય તોય એમના છોકરાં આગળ વધે છે, જ્યારે મા-બાપ બંને શિક્ષિત હોય તો પણ એમના છોકરાં ઘણી વખત કશું ઉકાળતા નથી.'ત્રીજાએ કહ્યું', કૂવામાં હોય તો હવાડામાં આવે એ કહેવત જ ખોટી છે.'ચોથાએ અભદ્ર