રાધેશ્યામ - 4

  • 1.7k
  • 782

// રાધે-શ્યામ-૪ //દયાશંકરકાકાની ચાલુ ખણખોદથી કંટાળીને રાધેશ્યામે પોતાની બદલી હલકારામાં કરાવી છે. અધમણનો બીસ્ત્રા-થેલા ઉપાડીને નદી-કાંઠાનાં સાત ગામડાંની ફેરણી કરવા રોજે-રોજ ચાલી નીકળતો. નદીનો પ્રવાહ એનો રોજનો સાથી બન્યો હતો. બન્ને એકલા છે, બન્ને મૂંગા હતા, બન્નેને તાપમાં તપતાંતપતાં, બસ, કેવળ પંથ જ પસાર કરવાનો હતો. એકના શરીર ઉપર તારાઓના, વાદળીઓના અને વૃક્ષોના પડછાયા પડતા હતા જયારેબીજાના માથા પર અનેક માનવીઓનાં સુખ–દુ:ખની છૂપી–અછૂપી કથાઓનો ભાર પડતો આવતો હતો. પણ નદીના પ્રવાહને જેમ સૂર્ય કે સંધ્યા પોતાના અઢળક રંગ–તેજનું એક ટીપુંયે નહોતાં દેતાં, તેમ રાધેશ્યામના હૈયાને પણ એ થેલી માંહેલા કાગળો એક લાગણી, ધબકાર એક નિશ્વાસ પણ નહોતા દેતા. બન્નેનું જીવતર