રાધેશ્યામ - 3

  • 2.1k
  • 1
  • 1.1k

// રાધે-શ્યામ-૩ //મુરતિયાને આગલી બે વહુઓનાં પાંચ બચ્ચાં હતાં ખરાં, પણ તે તો મોસાળ જઇ રહેવાનાં હતાં. ટૂંકામાં, વકીલ પચાસ માણસોની જાન લઇને એક દિવસ આવ્યા. ઠાકોર સાહેબ ખુદ ટીકાબાપુ ખાસ સ્પેશ્યલ ગાડી લઇને એક કલાક માટે વકીલની જાનમાં આવ્યા, તે બનાવે આખા ગામને નવાઇ પમાડી દીધી. હસ્તીનાપુરના મહારાજા ધર્મરાજ યુધિષ્ઠિરના રથની માફક દયાશંકરકાકા પણ તે ઘડીથી ધરતીથી એક વહેંત અધ્ધર ચાલતા થયા. વકીલે ચોરાસી જમાડી, તેની તો એઠ્ય જ એટલી બધી વધી પડી કે ગામના બન્ને હરીજનવાસ ધરાયા અને મોટેમોટે ચાળીસ ઘેર પિરસણાં પહોંચ્ડયા. રાજ્યનું દરબારી બૅન્ડ આવીને ગામને ચાર-ચાર દિવસ સુધી ગીત-સંગીતનાજલસા કરાવી ગયું, એ તો અવધિ થઇ