દશાવતાર - પ્રકરણ 6

(164)
  • 5.7k
  • 2
  • 3.1k

          તેના હાથ સ્તંભની અંતિમ ઇંગલ સુધી પહોચ્યા ત્યાં સુધી એ ચડતો જ રહ્યો. સ્તંભના ઉપર લાકડાના પાટીયાની છત હતી અને એના પર લગભગ તેની ઝૂંપડી કરતાં પણ બમણા કદની ગોળ ઘડિયાળ ગોઠવેલી હતી એટલે શૂન્ય લોકો એ સ્તંભને સમયસ્તંભ કહેતા. કારુએ સ્તંભ એમને કંઈક યાદ અપાવવા માટે બનાવ્યો હતો. શૂન્ય લોકોને ઘડિયાળ જોતાં શીખવવામાં આવતું અને એ વિશાળ ઘડિયાળ ચોવીસ કલાક તેમની આંખો સામે રહેતી. દરેક કલાકે એમાં વાગતા ડંકાનો અવાજ તેમને યાદ આપાવતો કે પ્રલય હજુ પૂરો થયો નથી. પ્રલય હજુ દક્ષિણના સમુદ્રના તળિયે છુપાઈને બેઠો છે. પ્રલયનો ખાસ સાથીદાર એવો એ સમુદ્ર ધીમી