કાવ્ય અને ગઝલ સંગ્રહ - 7

  • 5.1k
  • 1
  • 2k

**************************************************************************************************** 1.સમજદારી...... સમજદાર વ્યક્તિની સમજદારી ખર્ચાય ગઈ... તે લીધી પરીક્ષાઓ ને આ જિંદગી ખર્ચાઈ ગઈ... કેટકેટલા વસિયતમાં હસ્તાક્ષર કરતો માણસ... તે દસ્તાવેજ દેખડ્યોને બાઝી પલટાઈ ગઈ ... સહેલું ઘણું હતું અઘરું આપણી આદત બનતી ગઈ... સીધા રસ્તે પણ ચાલ વાંકીચૂકી થતી ગઈ... બધું જ મળવા છતાં તૃષ્ણા ના ઓછી થઈ... સમય ચલ્યોને તૃપ્તિની વ્યાખ્યા બદલાઈ ગઈ... હવે તો થાય ચમત્કાર હૃદયમાં તો જ શાંતિ મળે... શાંતિની શોધમાં આખી માણસાઈ ખર્ચાઈ ગઈ ... **************************************************************************************************** **************************************************************************************************** 2.ઇશ્વર છે માનશો.... મંઝિલ વગરના રસ્તા પર ક્યાં સુધી દોડશો... પથ્થરમાં ભગવાન તમે ક્યાં સુધી શોધશો... માનો તો છો કે અંતરમાં વસેલો એ.. ખુલ્લી આંખો એ