સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -23

(95)
  • 7.8k
  • 5
  • 4.8k

સ્ટ્રીટ નંબર- 69 પ્રકરણ -23         સાવી પ્રેમની વાતોમાંથી અચાનક સોહમનાં શબ્દોનો અર્થ કાઢતી પોતાની આપવીતી કહેવા લાગી હતી એને એનાં દીલનો ઉભરો ખાલી કરવો હતો. સોહમ એને શાંતિથી સાંભળી રહેલો... સોહમને એવો પણ ખ્યાલ આવી રહેલો કે સાવી અઘોર વિદ્યા તરફ કેમ વળી હશે ? એ સાંભળવામાં તલ્લીન બની ગયો હતો. સાવીએ કહ્યું “સોહુ એ દારૂ પીને આવ્યાં અમને આજે પાપા કંઈક જુદાજ લાગી રહેલાં...એમનો ચેહરો બદલાઈ ગયો હતો ખુબ દારૂ પીધો હોય એવું લાગ્યું એ દિવસે હું મારી બહેનો અને માં ઘરમાંજ બેસી રહેલાં...માં ક્યારની કાગડોળે પાપાની રાહ જોઈ રહેલી... મોડી રાત્રી થઇ ચુકી હતી અને પાપાએ