ધ સ્કોર્પિયન - પ્રકરણ -38

(89)
  • 5.3k
  • 3
  • 3.4k

ધ સ્કોર્પીયન પ્રકરણ -38           સિદ્ધાર્થે પવનને સૂચના આપી અને શૌનીકબાસુનો ખાસ ચમચો ચિંગા લીઝ પણ હોલની બહાર નીકળવા લાગ્યો. દેવે સિદ્ધાર્થની સામે જોયું...સિદ્ધાર્થ બધી ગતિવિધિ જોઈ રહેલો એણે સીધો ચાન્સ લીધો અને સીધો શૌમીક બાસુ પાસે ગયો અને બોલ્યો “સર બોલો શું બીજું લેશો ?”   -શૌમીક બાસુ એટલો ખંધો હતો એણે દાઢમાં હસતાં કહ્યું “અરે સિદ્ધાર્થ બાબુ ક્યારનાં તો અમે તમારી પરોણાગત માણી રહ્યાં છીએ...વાહ મજા આવી ગઈ...હવે અમે પણ જઈએ...આમ પણ મહેફીલ ધીમે ધીમે ખાલી થઇ રહી છે કોઈ નારાજ થઈને કોઈ આનંદમાં મદહોશ થઈને જઈ રહ્યાં છે...આતો પાર્ટી છે વ્યક્તિગત કેટલા ને સંભાળી શકાય...પછી એણે