દશાવતાર - પ્રકરણ 3

(188)
  • 7.1k
  • 2
  • 4.4k

          “જો એના નાકની ડાબી તરફ એક તલ છે મતલબ કળિયુગમાં લડવા માટે એનામાં ક્રુષ્ણ કરતાં પણ વધુ કુટિલતા હશે. એ છત્રીસ કળાઓનો જાણકાર બનશે.” વિષ્ણુયશા ઘોડિયાની નજીક આવ્યો, “તેના કપાળમાં મંડળ છે મતલબ એ શિવ જેવો શોર્યવાન અને રામ જેવો પ્રજાવત્સલ બનશે.”           મહોરાધારીએ માથું નમાવી બાળકના ચરણ સ્પર્શ કર્યા, “અવતાર માતાના ગર્ભમાં માત્ર માનવ શરીર ધારણ કરવા જ રહ્યો હતો બાકી એને ડૂંટી છે જ નહીં.” તેના અવાજમાં ભક્તિનું અનન્ય મોજું ઉમેરાયું, “એની ડૂંટીને બદલે કમંડલ છે.... ગર્ભનાળ છે જ નહીં... એ પ્રલય પછી ભૂખ અને તરસથી ટળવળતા અનેક માનવો અને પ્રાણીઓના ઉધ્ધાર માટે