સંવેદનાના સૂર

  • 1.9k
  • 2
  • 746

//સંવેદનાના સૂર// છ વર્ષનો શરણ અને સાત વર્ષનો સપન ઝઘડી પડ્યા. બંને એક જ ફ્લેટ્સમાં રહેતાં હતાં. રમવા માટે ભોંયતળિયા પર પાર્કિંગ પ્લેસને બાદ કરતાં જે ખાલીજગ્યા બચતી હતી એ જ એમનું પ્લેગ્રાઉન્ડ. સપને અંચઇ કરી. શરણે એની સામે જીભ કાઢી. સપને એના ગાલ ઉપર એક તમાચો ઠોકી દીધો. થોડી વારમાં તોરમતનું મેદાન રણમેદાન બની ગયું. ચીસાચીસ, હાથાપાઇ અને રડારોળ મચી ગઇ. થોડી વાર પછી બંને ઘવાયેલા યોદ્ધાઓ રડી રહ્યા હતા. ત્યાં જ બંનેના વડીલોનોકરી-ધંધામાંથી છુટીને ઘરે આવ્યા. સૌથી પહેલા સપનના પપ્પા પ્રહર આવ્યા. સપન દોડીને એમને વળગી પડ્યો, એકતરફી રજૂઆત કરી દીધી.પ્રહરના દિમાગની કમાન છટકી, ‘ઊભો રહે, બદમાશ! મારા