ગેલાએ ઊભા થઈને એ વચ્ચે ઉભેલા વ્યક્તિનો કાંઠલો પકડી લીધો. ગેલાએ દાંત પીસીને કરડી આંખો કરી. ગેલાના કપાળમાં ગુસ્સાની રેખાઓ ખેંચાઈ આવી. ગેલો પેલા વ્યક્તિને કાંઠલો પકડી હચમચાવવા લાગ્યો. અને જોરથી રાડો પાડવા લાગ્યો, " શાબ, આ એ જ હરામખોલ માણા સે, જેણે તે'દી રાતે સામત સાવજને મારવા એદણ્ય ભેંસની લાશ ઉપર ઝેર લાખ્યું 'તું. ઈ વાત હું તમને ખાતરીથી કવ સુ. હાસુ નો લાગતું હોય તો..."ગેલાએ એક હાથે કાંઠલો પકડી રાખ્યોને બીજા હાથે પેલા વ્યક્તિના મોટા ઝટીયા ઉંચા કરી કપાળ ખુલ્લું કરી કપાળની જમણી બાજુ પડેલો ઘા રાજપૂત સાહેબને બતાવ્યોને ખાતરી કરાવી, આગળ બોલ્યો,"..... જોવો શાબ, આ હરામખોલના કપાળે