દશાવતાર - પ્રકરણ 2

(197)
  • 6.9k
  • 9
  • 4.9k

          મહોરું પહેરેલ વ્યક્તિ ધીમે પગલે વિષ્ણુયશા તરફ આગળ વધી. વિષ્ણુયશા તેને એકીટશે જોઈ રહ્યો. એ વ્યક્તિએ એના માસ્ક જેવા જ કાળા રંગનું પાટલૂન અને શર્ટ પહેર્યા હતા. એની કમર પર બાંધેલો કપડાનો બેલ્ટ ત્રણેક ઇંચ જેટલી પહોળાઈનો અને કેસરી રંગનો હતો. ટ્યૂબલાઈટના અજવાળામાં તેના કમર પટ્ટા પર જમણી તરફ વાંકી તલવાર અને ડાબી તરફ લટકતી કટાર ઝગારા મારતી હતી. કટારના સ્થાન અને એની નાનકડી બનાવટ જોતાં અંદાજ આવી જતો હતો કે આંખના પલકારમાં એ વ્યક્તિ એને કમરપટ્ટાથી છૂટી કરી ઉપયોગમાં લઈ શકે તેમ લટકાવવામાં આવી છે. તેના એક ખભા પર ધનુષ્ય હતું જે પ્રલય પછીના