બાવીસી

(19)
  • 5.3k
  • 1
  • 2k

"શિંદે...ચાલ જલ્દી ગાડી કાઢ...આજે તો એ ડાકણ જરાય નહિ બચે મારા હાથથી!"- કહીને ઇન્સ્પેકટર માત્રે પોતાની વર્દી સરખી કરીને, ટેબલ પર પડેલો મોબાઇલ અને ગોગલ્સ લઈને ચોકીની બહાર નીકળી ગયા. રાતનો સન્નાટો છવાયેલો હતો, એક ને સાડત્રીસ થયેલી હતી, ત્યાં તો થાનાની વચ્ચે પડેલો જૂના જમાનાની યાદોને વળગી રહેલો એક માત્ર ફોન રણક્યો, સામેથી કોઈ અજાણ્યા વ્યક્તિએ હાંફતા હાંફતા કહ્યું,"બાવીસી ફરી આવી ગઈ! મેં હમણાં જ એને એમજી રોડની બાજુએથી મ્યુનિસિપલ ગાર્ડન તરફ જતા જોઈ, તમે હમણાં જ આવી જાઓ સાહેબ, હું તમારી રાહ જોઈ રહ્યો છું." "શું..? બાવીસી ફરી આવી ગઈ? તમે હમણાં કઈ જગ્યાએ ઊભા છો એ કહો...અમારી