ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-5

  • 2.7k
  • 1
  • 1.2k

"નિત્યા કાલે જ પેકિંગ શરૂ કરી દે .શનિવારે આપણે ત્યાં શિફ્ટ થવાનું છે.રવિવારે શાંતિ થી સામાન ગોઠવાય જશે .તારે સોમવારે તો જોબ પર હાજર થવાનુ છે.મારે પણ સોમવારે ત્યાં પહોચી જવુ અનિવાયૅ છે.ત્યાં ફ્લેટ રેડી જ છે.બધો સામાન પણ ગોઠવાય ગયો છે.ને આજે સફાઈ પણ કરાવી દીધી છે એટલે જઈને તરત અગવડ ન પડે. આપણે માત્ર આપણા કપડા ને જરૂરી ચીજવસ્તુ જ લઈ જવાની છે." જમતા જમતા પ્રથમ બોલ્યો; નિત્યા એ વાત સાંભળી ન સાંભળી ને હકાર માં માથુ હલાવ્યું.તેનુ મન અને મગજ ડાયરી ના વિચારો માં જ હતુ. થોડીવાર બધા જોડે ટી.વી.જોઈ ને તે પથારી માં પડી.થાકીને લોથ થયેલી