ધૂપ-છાઁવ - 72

(22)
  • 3.1k
  • 3
  • 1.9k

મિથિલ અપેક્ષાને પોતાને મળવા માટે બોલાવે છે અને તે અપેક્ષાની રાહ જોતો બેઠો છે તેટલી વારમાં તો કંઈક કેટલાય વિચારો તેના માનસપટને ઘેરી વળ્યા છે પોતે ભૂતકાળમાં કરેલી ભૂલ ઉપર અત્યારે તેને ખૂબજ પસ્તાવો થઈ રહ્યો છે અને તે વિચારી રહ્યો છે કે, "હવે હું તેની સાથે ખૂબજ પ્રેમથી અને ખૂબજ સારી રીતે રહીશ તેને હાથમાં ને હાથમાં રાખીશ, તેને જરાપણ ખોટું નહીં લાગવા દઉં... પણ હવે તે મારી સાથે રહેવા માટે તૈયાર થશે...? તે જ તો મોટો પ્રશ્ન છે...ના ના હું તેના પગમાં પડી જઈશ.. તેને કગરીશ...તેને ખૂબ વિનંતી કરીશ...તે જે કહેશે તેમ કરીશ પણ હું તેને મેળવીને જ