મોઢું ધોવા ન જઈશ

  • 3.8k
  • 1.6k

લીના વિચારી રહી, મનને ફંફોળ તી હતી. આયના સામે ઉભી રહીને તેને પ્રશ્ન પૂછી રહી. તેને ખબર હતી આયનો જુઠું નહિ બોલે. “લાવણ્ય, અમેરિકાથી આવ્યા છે. એક વખત પરણ્યો હતો. છૂટાછેડા શું કામ થયા એની માથાઝીક કરવાનો સમય નથી. મારી મમ્મીને ત્રણ દીકરીઓ છે. પિતાની આવક બાંધી છે. સત્યવાદી હરિશ્ચંદ્ર ને જોવા હોય તો, મારા પિતા ચંદ્રકાંતને મળવું. જો હું પરણીને અમેરિકા જાઉં તો નાની બન્ને બહેનો નો રસ્તો પણ મોકળો થઈ જાય. મારા દાદા અને દાદીને અમારા ભાઈ નથી તેનું ખૂબ દુઃખ હતું. શું મારી મોટી બહેન તરિકે ફરજ નથી બનતી કે મારા પિતા નો બોજો હળવો કરું ?