દશાવતાર - પ્રકરણ 1

(215)
  • 15k
  • 9
  • 7.9k

દશાવતાર વિકી ત્રિવેદી             માત્ર માનવ આકારના પણ માનવ ન કહી શકાય એવા પચ્ચીસ હજાર લોકો નિદ્રાને હવાલે થયેલા હતા એ સમયે પાટનગરની એક વેરાન હોસ્પિટલમાં એક સફેદપોશ વ્યક્તિની આંખમાં ઊંઘનું નામ નહોતું. એનું શરીર દેવતાઓના ખાસ પહેરવેશ એવા સફેદ જભ્ભા અને એવા જ સફેદ પણ એના કરતાં જરા વધુ મજબૂત કાપડમાંથી તૈયાર થયેલા પાયજામામાં જરા વિચિત્ર લાગતું હતું. માત્ર કાપડની સફેદી જ નહીં પણ તેની શારીરિક રચના પણ તદ્દન નોખી હતી. જોકે દેવતાઓ માટે એ સમાન્ય શારીરિક રચના હતી. પાટનગરમાં વસતા દરેક દેવતા જેમ એના માથા પર વાળ નહોતા, એને દાઢી મૂછ તો શું