નેહડો ( The heart of Gir ) - 68

(36)
  • 3.4k
  • 3
  • 1.5k

ગાડી ઉભી રહી, બારણા બંધ થયાનો અવાજ આવ્યો. જાપે આવી ખાખી લુગડાવાળા એક માણસે ગેલાના નામનો સાદ દીધો. ગેલાએ ભેંસ દોતા દોતા જ જવાબ આપ્યો, "એ માલિકોર્ય હાલ્યા આવો. ન્યાં જાપામાં ખાટલો પડ્યો ઈ ઢાળીને બેહો, ત્યાં હું ભેંહ દોયને આવું." ખાખી લુગડાવાળાની પાછળ ડ્રાઇવર પણ ઉતરીને જાપે આવ્યો. જાપો ખોલી બંને અંદર આવ્યા, ખાટલો ઢાળી બેઠા. આજે આકાશ ગોરંભાયેલું હતું. આકાશમાં કાળા કાળા વાદળા ચડી આવેલા હતા. વાતાવરણમાં બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. બંને જણા ખાટલે બેઠા બેઠા આંગણામાં ઊભેલી ભેંસો ઉપર નજર ફેરવી રહ્યા હતા. ધીમા અવાજે બંને અંદરો અંદર કંઈક વાતચીત કરી રહ્યા હતા. એટલામાં ગેલાએ ભેંસ