ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "શેખ સાહેબ, આપણા પ્લાનમાં થોડું ચેન્જ કરવાનું છે." "એટલે? શું ચેન્જ કરવાનું છે?" આપણે આપણા ટાર્ગેટને કાશ્મીરથી નહીં લોંગવાલા રાજસ્થાનથી ભારતમાં ઘુસાડવાના છે. આમેય એ લોકો કરાચીની નજીક છે, તો છેક લાહોર સુધી શું કામ લાંબા થવાનું." "પણ આપણું સેટિંગ કાશ્મીરમાં છે અને." તો એ જ સેટિંગ લોંગવાલા માં લગાવો અને એક વાર સરહદ ક્રોસ થઇ જાય એટલે તમારા માણસો છુટ્ટા. પહેલાના પ્લાનમાં તો એને છેક અનંતનાગ આવવાનું હતું." "જેવી તમારી મરજી જીતુભા. પણ સરહદ ક્રોસ થયા પછી ભારતમાં મારી જવાબદારી નહીં રહે. હું પહેલેથી