ધૂપ-છાઁવ - 71

(26)
  • 3.3k
  • 2
  • 1.9k

થોડીવાર પછી અપેક્ષાએ ફરીથી પોતાનો ફોન ચાલુ કર્યો અને ફરીથી તેમાં રીંગ વાગી જોયું તો તે જ મિથિલનો જ નંબર.. આ વખતે તેને લાગ્યું કે, એક વખત મિથિલ સાથે મારે શાંતિથી વાત કરી લેવી જોઈએ અને તેને એ વાત મારે સમજાવી દેવી જોઈએ કે, હવે હું પહેલાની અપેક્ષા નથી..અને છેવટે તેણે વાત કરવા માટે ફોન ઉપાડ્યો... ફરીથી આજીજી ભર્યો તે જ આવાજ તેના કાને પડ્યો, " અપેક્ષા... એકવાર મને મળવાનો ચાન્સ આપ.. પ્લીઝ.. હું તને મળવા માંગુ છું.. તને જોવા માટે ઘણાં લાંબા સમયથી હું તડપી રહ્યો છું.. પ્લીઝ.. મારી આટલી વાત તું નહીં માને ? "અપેક્ષા જાણે પથ્થર દિલ