વસુધા - વસુમાં - પ્રકરણ -53

(62)
  • 4.6k
  • 2
  • 2.5k

વસુધા -વસુમાં પ્રકરણ -53   ભાવેશકુમાર આવ્યાં બધાએ ઉમળકાભેર આવકાર આપ્યો. એમણે ગાડીમાંથી એક મોટી બેગ ઉતારી અને સીધી ઘરમાં લઇ આવ્યાં અને બોલ્યાં “આમાં સરલાનાં બધાં કપડાં અને બીજી ચીજવસ્તુઓ છે હમણાં હવે એ અહીજ રહેવાની છે” અને ગુણવંતભાઈ અને ભાનુબહેન એકબીજાની સામે જોઈ રહ્યાં. વસુધાએ ભાનુબહેનનો ચિંતાગ્રસ્ત ચહેરો જોઈને કંઈક ઈશારો કર્યો અને...ભાવેશકુમારને કહ્યું “અરે અરે જીજાજી બહેના ભલેને અહીં રહેતી એમનુંજ ઘર છે. તમે પણ રહો અમને તમારી આગતાસ્વાગતા કરવાનો મોકો મળશે...આવો આવો સરલાબેન આ આવ્યા...પશાકાકાને ઘરે ગયાં હતાં.” સરલા ઘરમાં આવી ભાવેશભાઈને જોઈને એનો ચહેરો ખીલી ઉઠ્યો બોલી “તમે આવી ગયાં ? ક્યારની રાહ જોતી હતી