ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "જીતુભા, તું 'ગુજરાલ ડોકટરાઈન' વિશે કઈ જાણે છે." પૃથ્વીએ જીતુભાને આપેલી ફાઈલમાં એક નજર મારતા સુમિતે પૂછ્યું. "ના હું આવું કોઈ નામ પહેલીવાર સાંભળી રહ્યો છું." "ઓકે. કોઈ વાંધો નહીં. ટૂંકમાં કહું તો દોઢ-બે વર્ષ પહેલા એ વખતના આપણા પ્રાઈમ મિનિસ્ટરે વિદેશો, ખાસ કરીને આપણા પાડોશી દેશો સાથેના સંબંધો અંગે પહેલાના અનેક દગાખોરીના અનુભવોને અવગણીને જે સિદ્ધાંતો વિચાર્યા અને..." "એક મિનિટ સુમિત ભાઈ, આ અત્યારે આ પરિસ્થિતિમાં એ સિદ્ધાંતોની ચર્ચા?" "જરૂરી છે જીતુભા,એ ચર્ચા જરૂરી છે, કેમ કે એ સિદ્ધાંતો ને કારણે...તને મિલિટરીમાં હતો તો ખ્યાલ હશે જ કે