સંતાપ - 12 - છેલ્લો ભાગ

(131)
  • 7.6k
  • 8
  • 3.7k

૧૨ ઘટસ્ફોટ .......!  પોલીસ કમિશનર ભાટિયા આગ વરસાવી નજરે નાગપાલ સામે તાકી રહ્યો હતો.  પારાવાર રોષ અને ઉશ્કેરાટથી એનો ચહેરો તમતમતો હતો.  ‘આ..’ એણે ખાનામાંથી ત્રણ-ચાર અખબારો કાઢીને તેની સામે ફેંકતાં પુછ્હ્યું, ‘આ બધું શું છે ..? આમાં શું છપાયું છે ..? કોર્ટનું બ્લેક વોરંટ ..! કાયદો, મંત્રીના બાપની જાગીર નથી ..! જયરાજ ચૌહાણ જીવતો છે અને ટૂંક સમયમાં જ સાચી હકીકત બહાર લાવશે..!’ ‘હું બધાં અખબારો જોઈ ચૂક્યો છું સર.! નાગપાલે એકદમ શાંત અને ગંભીર અવાજે કહ્યું, ‘પરંતુ આમાં હું શું કરી શકું તેમ છું ..? જયરાજે પોતે જ બધા અખબારવાળાઓનો સંપર્ક સાધ્યો હતો. એના સનસનાટીથી ભરપુર સમાચાર તાબડતોબ