૯ બ્લેક વોરંટ .....! કમિશનર ભાટિયાના સંકેતથી નાગપાલ એની સામે પડેલી ખુરશી પર બેસી ગયો. ભાટિયાનો ચહેરો અત્યારે બેહદ ગંભીર હતો. ‘આપ ખૂબ જ ચિંતાતુર લાગો છો સર?’ ‘હા...અને એ ચિંતાનું કારણ તું છો ....! ભગવાન જાણે તેં જગદેવ મરચંટને શું કહ્યું છે કે એ ખૂબ જ રાતો-પીળો થઇ ગયો છે ..!’ ‘મેં તો એને જે સાચું હતું એ જ કહ્યું છે !’ નાગપાલ શાંત અવાજે બોલ્યો. ‘તારી સાચી વાતમાં એક વાત એ પણ હતી કે તારી તપાસના રીપોર્ટ મુજબ જયરાજ ચૌહાણ સ્પષ્ટ ગુનેગાર નહીં, પણ શંકાસ્પદ આરોપી છે ...!’ ‘હા...અને એ સાચું પણ છે !’ ‘જો આ વાત પણ