સંતાપ - 8

(83)
  • 6k
  • 4
  • 3.9k

૮. નસીબના ખેલ...!  બીજે દિવસે જયરાજની ઊંઘ ઊડી ત્યારે સવારના અગિયાર વાગી ગયા હતા.  સરસ ઊંઘ આવી જવાને કારણે એનું મગજ હળવું ફૂલ જેવું થઇ ગયું હતું.  એણે ચા મંગાવીને પીધી અને થોડી વારમાં જ નિત્યકર્મથી પરવારી ગયો.  બાર વાગી ગયા હતા.  જમવાનું પણ એણે રૂમમાં જ મંગાવી લીધું.  હોટલના મેનેજરે થાળીની સાથે જ ભોજનનું બીલ પણ મોકલ્યું હતું. જયરાજ પાસે કોઈ રકમ લેણ ન રહે એમ કદાચ તે ઈચ્છતો હતો.  સાડા બાર વાગે જયરાજ નીચે ઊતરીને રીસેપ્શન પર આવ્યો. રીસેપ્શન કાઉન્ટર પાછળ મેનેજર સિવાય એક બીજો માણસ પણ મોજૂદ હતો. એ એક મજબૂત શારીરિક બાંધો તથા શ્યામવર્ણો દેખાતો માનવી