સંતાપ - 6

(79)
  • 6k
  • 3
  • 3.9k

૬ દિલીપનો તર્ક ......!  ગલીના ખૂણે પહોંચતાં જ નાગપાલે રાજેન્દ્રના ઘરમાં થતી રોકકળનો અવાજ સાંભળી લીધો. એણે એક ઊંડો શ્વાસ ખેંચીને જીપને બ્રેક મારી.  દીકરાના મોતના સમાચાર જાણે કે પાંખો ફૂટી હોય એ રીતે રાજેન્દ્રની વિધવા મા પાસે પહોંચી ગયા હતાં. કોઈક પરિચિતે જ આ સમાચાર પહોંચાડ્યા હતા.   ‘હવે રાજેન્દ્રના ઘેર જવાનો કોઈ અર્થ નથી !’ દિલીપ બોલ્યો.   ‘હા...તેમને સમાચાર તો પહોંચી જ ગયા છે !’ નાગપાલે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘પોસ્ટમોર્ટમ થયા પછી લાશ પણ મોકલી આપવામાં આવશે !’  એણે જીપનું ગિયર બદલીને પછી વાળી.  થોડી પળોમાં જ તેઓ મુખ્ય સડક પર પહોંચી ગયા.  એ જ વખતે સડક