કુમાઉ પ્રવાસ ભાગ - 11હવે આપણે અગિયારમો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી ફેસબુક પેજ, બ્લોગ પર અથવા વોટ્સએપ પરથી મળી રહે છે. આ ઉપરાંત ફેસબુકમાં #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.તારીખ : 03-12-2021છેલ્લા એપિસોડમાં જોયું કે અમે રાતે મોલ રોડની મુલાકાત કરીને હોટેલ પર પહોંચી ગયા. સવારે 8 વાગે ફ્રેશ થઈને ભીમતાલ જવા માટે નીકળ્યા. સવારે આજે પાર્કિંગ માંથી સ્ફુટી બહાર નીકાળતી વખતે નાનકડો અકસ્માત થઈ ગયો. વિસ્તારમાં વાત કરું તો, હોટેલની નીચે પાર્કિગ બનાવેલ છે. જેમાં જગ્યાને અભાવે પાર્કિંગથી નીચે જવાનો રસ્તાને તીવ્ર ઢાળ આપેલો છે. સાંજેતો મેં પાર્ક કરી દીધી હતી. સવારમાં હું બહાર કાઢવા જતો