કુમાઉ ટુર ભાગ - 8હવે આપણે આઠમો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.એપિસોડ આવતા મોડું થાય છે એના માટે આપ સૌ ની માફી ચાહું છું.અગાઉના એપિસોડમાં જણાવ્યા મુજબ અનાશક્તિ આશ્રમની મુલાકાત લીધી, અને વિચારોમાં ખોવાઈ ગયા કે આ એજ ભૂમિ છે કે ત્યાં ભૂતકાળમાં ગાંધીજી રોકેયેલા હતા અને અનાશક્તિ વિશે સાધના કરેલી હશે. હવે અમારે અમારી યાત્રા હવે આગળ નૈનિતાલ તરફ વધારવાની હતી. અને વાતાવરણ થોડું વાદળછાયું હતું અને વરસાદ આવવાની પુરી સંભાવના હતી. ઉપર આકાશમાં વાદળાઓ સૂર્યનારાયણને ઢાંકવાની કોશિશ કરી રહ્યા હતા