અભિવ્યક્તિ.. - 4

  • 2.8k
  • 1.3k

ઘણાયે તર્ક છે તને કન્વિન્સ કરવા અને મારી વાત મનાવવા.. એમાંના થોડા ઘણા અત્યારે સાંભળ,.. જો હું રાધા હોત,.. તો હું ચોક્કસ બધું જ છોડીને તારી સાથે નીકળી જાત. તારી દરેક ઈચ્છાઓ ને માન આપતી હોવા છતાં તને એકલા મોકલવાની વાતનો સ્વીકાર હું ક્યારેય ન કરત. નાની એવી ગણતરી તો મેં સૌથી પહેલા જ કરી લીધી હોત. કે - સુભદ્રા હોય કે રુક્મિણી હોય - જિંદગી પોતાના પ્રિય પાત્ર સાથે જ જીવાય. એનો પૂરાવો જો તું એમને આપી ચુક્યો હોય તો મારા તારી પાછળ, તારા પગલે ચાલી આવવાના નિર્ણયને તું નકારી જ નહોતો શકવાનો. આખા સંસારમાં ભાગ્યે જ કોઈ હશે