ઐસી લાગી લગન - 3 - છેલ્લો ભાગ

  • 2.2k
  • 964

ભાગ ત્રીજો (૩) અંતિમ પવિત્રા પર તો આભ ટૂટી પડ્યો. પહેલા મા, પછી પ્રેમ અને હવે દાદી. દાદી તો હૈયાનો હાર, વસમી વેળા આવી પહોંચી, હવે કોની સાથે કરશે પવિત્રા મનડાં કેરી વાત. કિરીટભાઈને પણ કંઈ સમજાતું નહોતું. પત્નીની વિદાય બાદ હવે દિકરીના લગનિયા લેવા કે માતાનાં મરશિયા ગવડાવવા?? છાતીનાં પટિયા ભીંસાય એવી આફતો આવી પડી. દાદીના ગયા પછી દાદીના કબાટ માંથી દાદીએ લખેલ એક પત્ર મળ્યો, વાંચીને કિરીટભાઈએ નક્કી કર્યું કે આવતા મહિને પવિત્રાનાં લગ્ન કરાવી નાંખવા. વિદેશથી છોકરાંને તેડાવી લીધો. લગ્ન માટે દાદીનો પત્ર વંચાવ્યો. છોકરો સંસ્કારી હોવાથી મોભી માનીતા સસરાની વાત માની લીધી. પવિત્રા હજુ એ આવેલી