શ્રેયાનો આદેશ થયો એટલે મનોજ અને પ્રતાપ કામે લાગી ગયા હતા. તેમની પાસે બે મહિલાઓના નામ હતા કે જેની સાથે કાનાભાઈને લગ્નેતર સંબંધો હતા. પણ પોલીસ માટે સમસ્યા એ હતી કે જે બે નામ મળ્યા હતા સરલા અને સાવિત્રી તે બંને સાથે કાનાભાઈને સંબંધ હતા કે પછી બંને એક જ સ્ત્રીના અલગ અલગ નામ હતા એ સ્પષ્ટ ન હતું થયું, જેને કારણે તેમની મહેનત વધી ગઈ હતી. પ્રતાપે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જઈને તપાસ કરી અને ત્યાં રહેલા જન્મ મૃત્યનો ડેટા રાખનાર સ્ટાફ કર્મચારીને ૧૯૭૮ થી ૧૯૮૩ સુધીમાં જન્મેલા બાળકોના જન્મ પ્રમાણપત્રોની માહિતી આપવા જણાવ્યું. મનોજે પ્રતાપને જન્મપ્રમાણપત્રોની માહિતી એકઠી કરવા