ડીએનએ (ભાગ ૨૦)

(27)
  • 3k
  • 1.7k

ફોરેન્સિક વિભાગે ખાતરી આપી હતી કે મૈત્રીના અન્ડરવેર પરથી મળેલો હત્યારાનો ડીએનએ અને જશવંતના સગા કાકા કાનાભાઈનો મળેલો ડીએનએ એકબીજા સાથે મેચ થાય છે એટલે એ સ્પષ્ટ છે કે હત્યારો કાનાભાઈનો દીકરો છે કારણ કે મૈત્રીના હત્યારાનો ડીએનએ એક પુરુષનો ડીએનએ હતો. શ્રેયાને ખાતરી હતી કે કાનાભાઈને મંજુલાબેન સિવાય પણ કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધો રહ્યા હતા અને તેમના સંબંધોને પરિણામે તેમને એક અથવા વધુ સંતાનો થયા હતા, જેમાંથી કોઈ એક પુરુષ સંતાન જ મૈત્રીનો હત્યારો હતો. પરંતુ હજી સુધી શ્રેયાને ખબર ન હતી કે કાનાભાઈને કોની સાથે અવૈધ સંબંધ હતો અથવા હતા. શ્રેયાને એ પણ શંકા હતી કે કદાચ