રાત્રિનો સમય: લગભગ 2.30 કલાકે. એક ભવ્ય રાજમહેલની બહાર પોતાની દળટુકડી સાથે રાજેશ્વર નામનો એક બહારવટિયો કોઈ જોઈ ન જાય એ રીતે સંતાઈને નજર રાખીને બેઠો હતો. રાત્રિના અંધકારને ચંદ્રનું અજવાળું ધીમું પાડી રહ્યું હતું. રાજેશ્વર નું ધ્યાન અચાનક જ મહેલના દરવાજા પર ગયું. જરા પણ અવાજ ન થાય એ રીતે એક સૈનિક, પોતાના હાથમાં એક પોટલી લઈને દરવાજાની બહાર નીકળ્યો. રાજેશ્વરે પોતાની સાથેના બીજા બહારવટિયાઓ તરફ જોયું. જોલે ચડી ગયેલા તેના અમુક સાથીઓને રાજેશ્વરે પોતાના પગથી ધીમું ઠેબૂ મારીને પેલા સૈનિકને ઈશારો કરીને બતાવ્યો. તેના સાથીઓ આંખો મસળતા સફાળા બેઠા થયા. રાજેશ્વરને લાગ્યું કે આ એક જ સૈનિક વધારે