ભાગ બીજો (૨) 'બેટા પવિત્રા ચાલ તો તારી ચા, નહીં મારી ચા, નહીં આજ તો આપણી ચા રાહ જોવે છે તારી' દાદી બોલ્યા. પરંતુ પવિત્રા તો સુનમુન બેઠી રહી ચાની એ તડપ પણ પ્રેમની સાથે જતી રહી હોય એમ મનોમન નક્કી કરી લીધું કે આજ પછી ક્યારેય ચા નહીં પીવે. દાદી પવિત્રાને જોઈ સમજી ગયા કંઈક તો થયું છે જે મનમાં ઘાવ થયાં વગર પવિત્રા ચા ન છોડે એવું તો શું થયું હશે કે પવિત્રા ચા મૂકી શકે? પવિત્રાએ પ્રેમનો ફોટો પણ જોયો ન હતો. મોબાઈલ નંબર પણ પાસે ન હતા, ફક્ત મેસેજથી વાતો કરી મળવાનો નિર્ણય લઈ લીધો હતો.