પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૦

  • 3.3k
  • 1
  • 1.8k

આખી રાત પીડા સહન કરીને સવારે રાજલ ઊભી થવા જાય છે તો તે ઊભી થઈ શકતી ન હતી. કોમલ તેની પાસે બેસીને કહે છે. "ચાલ આપણે ડોક્ટર પાસે જઈએ."આ વાત રાજલ ના મમ્મી સાંભળી ગયા એટલે તે રાજલ ના રૂમમાં આવી ને બોલ્યા.શું થયું છે રાજલ બેટા.?કોઈ તકલીફ હોય તો અમને જણાવ. અમે તને ડોક્ટર પાસે લઈ જઈએ.ધીમા અવાજે રાજલ બોલી.કઈ નથી થયું મમ્મી. બસ આજે પીરીયડ પર આવી એટલે પેટમાં બહુ દુખે છે. આરામ કરીશ એટલે સારું થઈ જશે.રાજલ ના મમ્મી સમજતા હતા કે પીરીયડ પર છોકરી આવે એટલે પેટમાં દુખાવો થવો નોર્મલ છે તેની દવા લેવી જરૂરી નથી